વલસાડ,(હિ.સ.). છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જેને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી લઈને અંદાજે 5 NDRFની ટીમો વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. જે પૈકીની એક ટીમ આજે વલસાડ આવી પહોંચતા વલસાડ ઔરંગા નદીની નજીકમાં આવેલા અનેક ગામોની તેમણે મુલાકાત લીધી હતી.
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત મેઘરાજાએ મહેર કરી છે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 8 જુલાઈ સુધી કરવામાં આવી છે.
જે પૈકીની એક ટીમ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આવી પહોંચી હતી. વડોદરા સિક્સ બટાલિયન NDRFની ટીમ વલસાડ પહોંચીને આજે વલસાડના મામલતદાર સાથે ઔરંગા નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલા વિવિધ ગામોની મુલાકાત કરી હતી. વલસાડ નગરપાલિકા વિસ્તારના દાણા બજાર પિંચિંગ પુલ તેમજ લીલાપોર જેવા નદીના કિનારાના વિસ્તારોની NDRFની ટીમે મુલાકાત કરી છે.
હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સર્ક્યુલેશનને પગલે આગામી 8 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ વર્ષે એવી આગાહી કરવામાં આવી છે. જેને પગલે 5 જેટલી ટીમ સમગ્ર ગુજરાતમાં NDRFની ટિમ તૈનાત કરાય છે. તે પૈકીની એક ટીમ વલસાડ ખાતે આવી છે.