ગુજરાત

અંબાજી મંદિર ના દ્વાર ખોલવામાં આવ્યા પણ મંદિર ની આવક માં કરોડો રૂપીયા નો ઘટાડો …

 

આ વખતે ભાદરવી મેળા ઉપર પણ કોરોના નું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ

અંબાજી (હિ.સ) . ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જ્યાં જગત જનની મા અંબા બિરાજમાન છે ત્યાં લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂર થી દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ને મા અંબા ના જયઘોષ થી મંદિર પરિષર ગુંજી ઉઠતું હોય છે ચાલુ વર્ષે કોરોના ની મહામારી ના કારણે ત્રણ મહિના જેટલું અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાતા મંદિર પરિષર જ નહીં પણ સમગ્ર અંબાજી ધામ માં સન્નાટો છવાઈ ગયો હતો  જોકે સતત ત્રણ માસ ના લોકડાઉન બાદ ગત 12 જૂન થી અંબાજી મંદિર ના દ્વાર દર્શનાર્થીઓ માટે સરકાર ના ધારા ધોરણ મુજબ ખોલવામાં આવ્યા પણ અગાઉ ની જેમ દર્શનાર્થીઓ ની ભીડ ન જોવા મળતા મંદિર ની આવક માં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જે પ્રમાણે સરકાર ની ગાઈડ લાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટ્રન્સ અને માસ્ક સાથે યાત્રિકો ને પ્રવેશ અપાઈ રહ્યો છે બાર જૂન થી મંદિર ના દ્વાર ઉઘડતા એક મહિના જેટલા સમય માં માત્ર 70 હજાર શ્રદ્ધાળુઓ એજ માતાજી ના દર્શન નો લાભ લીધો છે. અંબાજી મંદિર માં અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવાની ચાલી રહેલી કામગીરી માટે  આ સમયગાળા દરમિયાન ગત વર્ષે મંદિર ને 1.8 કરોડ ના સોના ની આવક નોંધાઇ હતી તેની સામે ચાલુ વર્ષે લોકડાઉન ના કારણે માત્ર સુવર્ણ શિખર માટે દાનભેટ માં માત્ર 12 લાખ રૂપિયા જ આવ્યા છે. લોકડાઉન ની પરિસ્થિતિ ના કારણે વિદેશી નાણાં ની આવક કોઈ જ આવક થવા પામી નથી આમ 2020 માં કોરોના મહામારી ની ઇફેક્ટ માત્ર લોકો ના સ્વાસ્થ ઉપર જ નહીં પણ ધાર્મિક સ્થાનો ઉપર પણ જોવા મળી છે તેમ મંદીર ટ્રસ્ટ ના હિસાબી અધીકારી સવજીભાઈ પ્રજાપતી એ જણાવ્યુ હતુ
મહત્વ ની બાબત તો એ રહી છે કે મંદિર ની આવક માં ધરખમ ઘટાડો થવા છતાં કોઈ પણ કર્મચારી ના પગાર અટક્યા નથી. જ્યારે આગામી ભાદરવી પૂનમ નો મેળો 27 ઓગસ્ટ થી શરૂ થનાર છે પણ આ વખતે ભાદરવી મેળા ઉપર.પણ કોરોના નું ગ્રહણ લાગે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે છતાં ભાદરવી પૂનમ નો મેળો ભરાશે કે કેમ તે બાબત નો નિણર્ય આગામી સમય ની પરિસ્થિતિ જોઈને જ નક્કી કરાશે તેમ મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર એસ.જે.ચાવડાએ જણાવ્યુ હતુ.

Related posts

સુરત શહેરનું કાપડ માકેટ આવ્યું કંગના રાણાવતના સમર્થનમાં :અભિનેત્રીની પ્રિન્ટવાળી સાડી બનાવી

Surat Darpan

Women’s Day 2020: The power of women at work and how to ensure you lead a healthy lifestyle

cradmin

કોરોનાના મામલે WHO દ્વારા અમદાવાદ મોડેલના વખાણ, બીજા શહેરોને અપનાવવાની અપીલ

Surat Darpan

Leave a Comment