સુરત

સુરતમાં એક સાથે 11 ડૉક્ટર્સ કોરોનાની ઝપેટમાં આવ્યાં, ભાજપના ધારાસભ્ય પણ પોઝિટિવ

 

સુરત. સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11 જેટલાં ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ થયાં છે. જ્યારે આજે આવેલા 204 કેસમાં આ ડૉક્ટર્સ સહિત 2 નર્સ, કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે મંગળવારે શહેર (204) અને ગ્રામ્ય (45) એમ મળીને કુલ 249 કેસ આવ્યાં હતાં. આ આંકડો સુરતમાં સતત સાતમા દિવસે 200થી વધુ કેસ નોંધાવનારો હતો.

કતારગામ ઝોન સુરતમાં કોરોના હોટસ્પોટ છે અને શહેરમાં અહીંથી સૌથી વધુ કેસ આવે છે. મંગળવારે અહીં 40 નવા કેસ નોંધાયા હતા જ્યારે વરાછા (A)માં 37, વરાછા (B)માં 29, રાંદેરમાં 26 અને લિંબાયત ઝોનમાં 22 કેસ નોંધાયા હતાં.

Related posts

સુરતના અડાજણમાં 5 માળની બિલ્ડીંગના ધાબેથી પડતું મુકીને વૃદ્ધનો આપઘાત

Surat Darpan

સુરત : રેલવે ટ્રેક પર મળેલી લાશનો ભેદ ઉકેલાયો : યુવકના મિત્રએ જ કરી હતી હત્યા

Surat Darpan

Man jailed for licking ice cream for social media stunt

cradmin

Leave a Comment