અમદાવાદ(હિ.સ) અમદાવાદમાં આવેલા નરોડા વિસ્તારમાં રેલ્વે ક્રોસિંગ પાસે આવેલી એક હોટલમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવે છે તેવી બાતમી પોલીસ પાસે મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા એ હોટલમાં એક નકલી ગ્રાહકને મોકલ્યા બાદ રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં હોટલનો માલિક, મેનેજર અને એક ગ્રાહક મળી આવ્યો હતો, પોલીસ દ્વારા હોટલના દરેક રૂમ ચેક કરતા હતા ત્યારે એક રૂમમાંથી એક યુવતી મળી આવી હતી. પોલીસ દ્વારા તેની કડકાઈ થી પૂછપરછ કરતા માલુમ પડ્યું કે, દરેક ગ્રાહક દીઠ તેને રૂપિયા 300 આપવામાં આવે છે,
હોટલ માલિક ગ્રાહક સાથે કેટલામાં સોદો નક્કી કરતો હતો તે જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા તે હોટલને હાલ પુરતી સીલ કરીને ગુનો નોંધીને હોટલના માલિક, મેનેજર અને ગ્રાહકને ઝડપી લેવામાં આવ્યા છે, યુવતીને મહિલા પોલીસના હવાલે કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.