નવી દિલ્હી (હિ.સ.) .એરફોર્સ કમાન્ડર્સ કોન્ફરન્સ (એએફસીસી) 22-24 જુલાઇએ, નવી દિલ્હીના એર હેડ કવાર્ટર (વાયુ ભવન) ખાતે યોજાશે, જેમાં આગામી દાયકા સુધી ભારતીય વાયુસેનાની કાર્યકારી ક્ષમતા વધારવા માટેના માર્ગનિર્દેશ ‘આગામી દશકા માં આઈએએફ’ થીમ પર વાયુસેનાના કમાન્ડર્સ ચર્ચા કરશે. દોરશે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ 22 જુલાઈએ એએફસીસીનું ઉદ્ઘાટન કરશે. સંરક્ષણ સચિવ અને સચિવ સંરક્ષણ ઉત્પાદન પણ હાજર રહેશે.
વાયુસેનાના પ્રવક્તાએ કહ્યું કે, ત્રણ દિવસની કોન્ફરન્સ દરમિયાન એરફોર્સની હાલની કામગીરી અને તેનાતી અંગે ચર્ચા કરવામાં આવશે. આ સાથે, આગામી દાયકામાં ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરવા માટે ભારતીય વાયુસેનાની એક્શન પ્લાનને ફાઇનલ ટચ આપવામાં આવશે. 22-24 જુલાઇએ એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયા, સાત આઈએએફ કમાન્ડના વડાઓ સાથે, કમાન્ડર્સ કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાને રહેશે. આઈએએફના ટોચના અધિકારીઓ પૂર્વ લદ્દાખની 3,488 કિલોમીટર લાંબી વાસ્તવિક લાઇન ઓફ લાઇનની ઓપરેશનલ પરિસ્થિતિ અંગે ચર્ચા કરશે. ફ્રેન્ચ મૂળના લડાકુ વિમાનો ની ઝડપી જમાવટ અને ભવિષ્ય માટેનો રોડ-મેપ તૈયાર કરવામાં આવશે.