રાષ્ટ્રીય

લાલજી ટંડન ના નિધન પર રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિ નો શોક સંદેશ

નવી દિલ્હી, 21 જુલાઈ ( હિ.સ.)  રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ, મંગળવારે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. લખનૌ ની મેદાંતા હોસ્પિટલમાં આજે સવારે 85 વર્ષના ટંડનનું અવસાન થયું હતું. 11 જૂનથી તે હોસ્પિટલમાં દાખલ હતા.
 રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એક ટ્વિટ સંદેશમાં કહ્યું, “મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનાં નિધનથી મને ખૂબ દુ .ખ થયું છે.” દેશએ એક દિગ્ગજ નેતા ગુમાવ્યા છે જે, લખનવી નફાસત અને તીવ્ર બુદ્ધિનું અનુકરણીય ઉદાહરણ હતું. તેમના કુટુંબ અને મિત્રો પ્રત્યે મારી શોક-સંવેદના”.
 ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ એક ટ્વિટ સંદેશમાં કહ્યું કે, “મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડનનાં નિધનનાં સમાચાર મળતાં મને દુ:ખ થયુ છે. વરિષ્ઠ નેતા, પરોપકારી અને લખનૌ પ્રદેશની લોક પરંપરાઓ અને ઇતિહાસમાં વિશેષ રસ ધરાવતા ટંડન, લાંબા સમયથી ઉત્તર પ્રદેશ વિધાનસભાના સભ્ય હતા. તેમણે સરકારમાં ઘણી જવાબદારીઓ પણ નિભાવી હતી.”
 તેમણે કહ્યું, “ટંડન જી શિષ્ટ રાજનીતિ ની સભ્ય મર્યાદા ના પ્રતિનિધિ હતા. શોકાતુર સબંધીઓ, સાથીદારો અને ટેકેદારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના અને દિવ્ય આત્માને આશીર્વાદ આપવા ભગવાનને પ્રાર્થના.”

Related posts

વાહનોના PUC રેટમાં ગુજરાત સરકારે વધારો કર્યો, જાણો શું છે નવા ભાવ

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 29 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર વધીને 74.30 % થયો

Surat Darpan

આઈ.એમ.એફ. એ પ્રધાનમંત્રીની, આત્મ-નિર્ભર ભારતની અપીલને મહત્વપૂર્ણ ગણાવી

Surat Darpan

Leave a Comment