રાષ્ટ્રીય

પોલીસ દ્વારા બાપુનગરમાં સુમેલ બીઝનેસ પાર્ક – 7 ના એક ઓફીસમાં દારૂની પાર્ટી કરતા 4 લોકો ની ધરપકડ

અમદાવાદ.(હિ.સ).કોરોનાની મહામારી ના લીધે લોક ડાઉન રહ્યા બાદ હવે જ્યારે અનલોક-2 શરુ થયું છે ત્યારથી દારૂની લત વાળા જ્યાંથી પણ દારુ મળે એટલે દારૂની મહેફીલો સજાવવા લાગ્યા છે. અમદાવાદમાં પણ દારુડીયાઓ જાણે કે છાકટા બનીને દારૂની મહેફીલો કરવા  લાગ્યા છે. પોલીસ દ્વારા પણ ઘણી જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે.
હાલમાં જ બાપુનગર પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેને બાતમી મળી હતી કે, બાપુનગર સુમેલ બીઝનેસ પાર્ક-7  માં કેટલાક લોકો દ્વારા એક ઓફીસમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી  છે. ત્યારે પોલીસે તરત સુમેલ બીઝનેસ પાર્કની ઓફીસ નં- C/250 માં રેડ કરતા ત્યાં ચાર વ્યક્તિ દારુ ની મહેફિલ કરતા ઝડપાઈ ગયા હતા. પોલીસે તે લોકોની ધરપકડ કરી લીધી હતી ત્યારે તેમની પાસેથી 18 હજારનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

Related posts

અલંગ બાદ હવે જામનગરના સચાણામાં નવું શીપ બ્રેકીંગ યાર્ડ બનાવવાની મંજુરી ગુજરાત સરકારને મળી

Surat Darpan

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનુ 92 વર્ષની વયે અવસાન

Surat Darpan

કારોબાર ના ચોથા દિવસે શેરબજાર વધારા સાથે ખુલ્યું

Surat Darpan

Leave a Comment