સુરત

સુરતના પાંડેસરામાં મનપા સફાઈ કર્મચારી હિંસક હુમલો : હાલત ગંભીર

સુરત ( હિ.સ.) : સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સોમવારે સવારે પાલિકાના સફાઈ કામદારને અંગત અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જાહેરમાં ત્રણથી ચાર વ્યક્તિઓએ આ સફાઈ કામદાર પર અંદાજે 30થી 40 ચપ્પુના ઘા માર્યા હતા અને બાદમાં ફરાર થઇ ગયા હતા.આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો.ઈજાગ્રસ્ત સફાઈ કામદારની હાલત હાલ ગંભીર છે અને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ ચાલવી રહી છે.
                      પોલીસના સુત્રોથી મળેલી જાણકારી મુજબ સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સોમવારે સવારે ગવલેશ ભગત નંદકિશોર ભગત નામના સફાઈકર્મી પર ત્રણ થી ચાર શખ્સોએ ચપ્પુ અને લાકડાના ફટકા વડે  જીવલેણ હુમલો કર્યો હતો.સવારના સમયમાં લોકોની અવરજવર વચ્ચે આ બનાવ બનતા લોકોમાં પણ ભયની લાગણી પ્રસરી ગઈ હતી.સફાઈ કર્મચારી ગવલેશ ભગત પર ધડાધડ ચપ્પુ સહિતના હથિયારો અને લાકડાના 30થી 40 ઘા હુમલાખોરો ગણતરીની મિનિટોમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા.પોલીસને જાણ કરવામાં આવતા ત્વરિત પહોંચી હતી. ઈજાગ્રસ્ત ગવલેશ ભગત ને શહેરના રિંગ રોડ પર આવેલઈ નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ચપ્પુના ઘા ઝીંકતા શખ્સો મોબાઈલમાં કેદ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ચપ્પુના ઘા મારનાર નેહલ અને સાહિલ નામના શખ્શો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આ અગાઉ પણ બન્ને વચ્ચે ઝઘડો થયેલો છે તેમજ ગવલેશ ભગતની માતા દ્વારા આ લોકો વિરુદ્ધ અગાઉ 354 હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.હાલ આ મામલે પોલીસ સઘન તપાસ કરી રહી છે.

Related posts

ઉકાઈ ડેમમાંથી 1.76 લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું : તાપી બે કાંઠે

Surat Darpan

સી.આર.પાટીલનું182 ફૂટ લાંબુ હારથી અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું

Surat Darpan

સુરત : અભયમ હેલ્પલાઇનની મધ્યસ્થીથી પતિપત્નીનો સંસાર તૂટતાં બચી ગયો

Surat Darpan

Leave a Comment