SuratDarpan સુરત

સુરતની એક 7 વર્ષીય બાળકી પોતાના પિતાના મારના ડરથી ઘર છોડીને 10 કી.મી સુધી ભાગતી રહી,પોલીસે શોધી કાઢી અને પિતાની ધરપકડ કરી

સુરત : સુરતની એક સાત વર્ષની બાળકી ઘરેથી ભાગીને સુરતમાં લગભગ 10 કી.મી સુધી ભાગતી રહી હતી. તેની ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસ તે બાળકીને શોધવા માટે અલથાણ વીઆઈપી રોડથી લઈને વેસુ વીઆઈપી રોડ પર આવેલી ગેલ કંપની સુધી રસ્તામાં આવતી બધી બિલ્ડીંગો અને તમામ સાઈટો ઉપર તપાસ કરતા પણ તેનો પત્તો મળ્યો નહોતો, છતા પોલીસ પ્રયાસ કરતી રહી અને છેવટે એક ફુગ્ગા વેચતી બાઈ દ્વારા તે બાળકીનો પત્તો મળી આવ્યો હતો.
ત્યારે તે બાળકીએ પોલીસને જે વાત જણાવી તેના દ્વારા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી. બાળકીએ પોલીસને એમ કહ્યું કે ‘સાહબ, મેં ઘર જાના નહીં ચાહતી, વહાં મેરે પિતા મેરેકો મારતે હૈ. કલ ભી બરતન ધોને કો કહાં થા..મેંને નહીં કીયા તો મારા થા..એક બાર તો મેરે હાથ રસ્સી સે બાંધ કર મારા થા..મુજે મેરે પિતા કે પાસ નહીં જાના હૈ..’ પોલીસે તે બાળકીની વાત સાંભળીને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરીને, તેની ધરપકડ કરી લીધી છે, અને બાળકીને નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી આપી છે.

Related posts

સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિફાઇનલમાં પહોંચી

Surat Darpan

ગુજરાત: પાકિસ્તાનની હરામી હરકત, આઈબીએમએલ પાસે પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ

Surat Darpan

ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા પાંડેસરામાં ગોઠણ સુધીના પાણી, ઉધનામાં 5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર

Surat Darpan

Leave a Comment