SuratDarpan

કંગના રાનાઉત 9 સપ્ટેમ્બરે મુંબઈ આવશે,

નવી દિલ્હી :  અભિનેત્રી કંગના રનૌત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે, અને પોતાના દબંગ નિવેદનોને કારણે તે ચર્ચામાં છે. કંગના રનૌત  સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસથી લઈને બોલીવુડ સુધી, તે ભત્રીજાવાદ, મૂવી માફિયા અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર સોશિયલ મીડિયા પર પોતાની વાતો રાખે છે.  આજે તે તેના નિવેદનોના કારણે હેડલાઇન્સમાં છે.  હાલમાં તેના પરિવાર સાથે તે મનાલીમાં છે. લોકડાઉનની જાહેરાત થઈ ત્યારથી જ અભિનેત્રી મનાલીમાં છે. હવે બોલિવૂડની કંગના રનૌત  9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ જઇ રહી છે.  કંગના રનૌત  કહ્યુ કે, ‘ હું 9 સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી રહ્યો છું. જો કોઈ બાપમાં  હિંમત હોય, તો તે મને રોકે.’ કંગના તેના આવા નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
તાજેતરમાં કંગના રનૌત  કહ્યુ હતુ કે, ‘શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પાછા ન આવવાની ધમકી આપી છે.’ કંગના રનૌત ટ્વિટ કર્યું હતુ – ‘શિવસેનાના નેતા સંજય રાઉતે મને ખુલ્લેઆમ ધમકી આપી છે, અને મને કહ્યું છે કે પાછા મુંબઈ ન આવો.  મુંબઇની શેરીઓમાં આઝાદી બાદ  હવે ખુલી ધમકી ! મુંબઈ હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી લાગણી આપે છે ?’ આ પછી, બોલિવૂડની અનેક હસ્તીઓએ કંગનાના સમર્થનમાં ટ્વિટ કરીને મુંબઈ શહેરને ટેકો આપ્યો હતો.
અભિનેત્રી કંગના એ  શુક્રવારે ટ્વીટ કર્યું હતુ કે – ‘હું જોઉં છું કે, ઘણા લોકો મને મુંબઈ પાછા ન આવવાની ધમકી આપી રહ્યા છે. તેથી હવે મેં 9 સપ્ટેમ્બરના રોજ મુંબઇ મુસાફરી કરવાનુ નક્કી કર્યું છે. હું મુંબઈ એરપોર્ટ પહોંચી અને ટાઇમ પોસ્ટ કરીશ.. જો કોઈના બાપમાં હિંમત હોય તો તે મને રોકે. ‘
તાજેતરમાં જ અભિનેત્રી કંગના એ,બોલિવૂડ પાર્ટીઓમાં ડ્રગના ઉપયોગ વિશે વાત કરી હતી. આ સાથે તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યુ હતુ કે, ‘તે બોલિવૂડમાં ડ્રગની કડી વિશે ઘણુ જાણે છે. તે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મદદ કરવા માંગે છે, પરંતુ તેને સુરક્ષાની જરૂર છે.’ આ અંગે મહારાષ્ટ્ર ભાજપ નેતા રામ કદમે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને પૂછપરછ કરી હતી.
કંગનાએ જવાબ આપ્યો કે, ‘તે મુંબઈ પોલીસની નહીં પણ કેન્દ્ર કે હિમાચલ પ્રદેશની સુરક્ષા ઇચ્છે છે.’ વર્કફ્રન્ટની વાત કરીએ તો બોલિવૂડની કંગના  ટૂંક સમયમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક ફિલ્મ થલાઇવીમાં જોવા મળશે. આ સિવાય કંગના રાનાઉત ફિલ્મ તેજસ અને ધાકડમાં પણ જોવા મળશે.

Related posts

PoKમાં વધુ એક સર્જિકલ સ્ટ્રાઈક, ઓપરેશન ‘પીનપોઈન્ટ સ્ટ્રાઈક્સ’ દ્વારા આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા

Surat Darpan

સાંસદો ના પગાર અને ભથ્થા માં 30 % નો ઘટાડો, સંસદ માંથી ખરડો પસાર

Surat Darpan

સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા ડમ્પરે ઝગડીયા પાસે રોડ પર ઉભેલી ત્રણ મહિલાને કચડી નાખી, એક યુવક ગંભીર, હોસ્પીટલમાં દાખલ કરાયો

Surat Darpan

Leave a Comment