સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકનું બેભાન થયા બાદ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થઇ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે જઈને તે યુવકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે તરત હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. તેની પત્નીએ કહ્યું કે તે બેભ્હાણ થઈને મૃત્યુ પામ્યો હતો. પરંતુ પોલીસને આ વાત ગળેથી નીચે ઉતરી નહિ અને તેની ઉલટ તપાસ કરી હતી. ત્યારબાદ બાજુમાં રહેતા મૃતક યુવકના ભાઈને પણ બોલાવી પૂછવામાં આવ્યું હતું ત્યારે મૃતકની પત્ની અને માસીયાઈ ભાઈના નિવેદનોમાં વિસંગતતા જણાતા પોલીસે બંને જણાને સાથે બેસાડીને કડકાઈથી પૂછતા બંને ભાંગી પડ્યા હતા અને હત્યા કર્યાનું કબુલ્યું હતું.
પોલીસે વિગતવાર જણાવવાનુ કહેતા બંને જણાએ કહ્યુ કે, ‘લોકડાઉનના કારણે મહિલાનો પતિ બેકાર થઇ જતા પત્નીના પૈસા ઉપર ઘર ચાલતું હતું. પરંતુ અવારનવાર ઝગડો કરીને પત્નીને મારતો પણ હતો અને પૈસા પણ માગતો હતો. એક દિવસ સાંજના સમયે પત્નીને લાકડીથી માર માર્યો હતો. ત્યારે યુવકનો ભાઈ ત્યાં આવ્યો અને મહિલામાં પતિ એટલેકે પોતાના માસીયાઈ ભાઈને માર્યો અને તેની પત્નીને પોતાના ઘરે લઇ ગયો હતો. જ્યારે બીજા દિવસે પત્ની પાછી ઘરે આવી ત્યારે તેનો પતિ ફરી લાકડા વડે તેને મારવા આવ્યો ત્યારે પત્નીએ તેના હાથમાંથી લાકડું ઝુંટવી લઈને પોતાના પતિને માર્યો, ત્યારે પતિના ભાઈએ પણ તેને મારતા તેનું મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ પાંડેસરા પોલીસે બને વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે.