SuratDarpan ગુજરાત રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1329 થી વધુ પોઝીટીવ કેસ અને 16 ના મોત, કુલ 1,08,295 કેસ

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1329 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1336 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 16 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3152 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1329 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,08,295ઉપર પહોચી ચુક્યો છે. તેની સામે 88,815 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,08,295 છે, તેની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,328 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,08,295 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,351 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 94 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,234 કેસો હાલમાં સ્ટેબલ છે, 88,815 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3152 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

સુરતના એરપોર્ટ પર સ્પેશિયલ કાર 200 કી.મી ની ઝડપે દોડાવીને ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવ્યો

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 16 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર 64.54 % થયો

Surat Darpan

5 ઓગસ્ટ ના દિવસે થશે, રામ મંદિર નું ભૂમિ પૂજન, પ્રધાનમંત્રી મોદી અયોધ્યા જશે

Surat Darpan

Leave a Comment