SuratDarpan રાષ્ટ્રીય

સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિફાઇનલમાં પહોંચી

ન્યુયોર્ક: યુએસની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી, સેરેના વિલિયમ્સે યુએસ ઓપનના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં સેરેનાએ બલ્ગેરિયાની સ્વેત્લાના પિરોનકોવાને હરાવી હતી.
 સેરેનાએ એક સેટથી પાછળ રહીને જોરદાર રીતે પાછી ફરતા  પિરોનકોવાને 4-6-, 6-3, 6-3 થી હરાવીને 14 મી વખત, યુએસ ઓપનમાં અને કુલ 39 વખત કોઈ ગ્રાન્ડ સ્લેમના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઇનલમાં સેરેનાનો મુકાબલો, બેલ્જિયમની વિક્ટોરિયા અઝારેન્કા સાથે થશે.
 બીજી બાજુ,  ત્રણ વર્ષમાં પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલ 31 વર્ષીય પિરોનકોવા, તે કદાચ ગ્રાન્ડ સ્લેમના અંતિમ ચારમાં બીજી વખત તક ચૂકી ગઈ હશે, પરંતુ તેણે તેની રમતથી બધાના દિલ જીતી લીધા  હતા. તે 2010 માં વિમ્બલ્ડનની સેમિફાઇનલમાં પહોંચી હતી.
બીજી ક્વાર્ટર ફાઇનલમાં, જાપાનની બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકાએ અમેરિકાની શેલ્બી રોજર્સને 6-૩, 6-4 થી હરાવીને, બીજી વખત યુએસ ઓપનમાં અને ત્રીજી વખત ગ્રાન્ડ સ્લેમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. નાઓમીનો હવે સામનો અમેરિકાની જેનિફર બ્રેડી સાથે થશે.

Related posts

રાજસ્થાન માં બી.ટી.પી, ના બે ધારાસભ્યો ગેહલોત દ્વારા નજર કેદ, વિડીઓ વાયરલ

Surat Darpan

લાલકિલ્લા પર જવાનો ની તૈયારી પૂર્ણ, પહેલી વાર લાલકિલ્લા પરથી સૈન્ય બેન્ડ વગાડવામાં નહિ આવે

Surat Darpan

શ્રીનગર માં સી.આર.પી.એફ. ના એક જવાને પોતાને જ ગોળી મારી આત્મહત્યા નો પ્રયાસ કર્યો

Surat Darpan

Leave a Comment