ગુજરાત રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1344 થી વધુ પોઝીટીવ કેસ અને 16 ના મોત, કુલ 1,10,971 કેસ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1344 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1240 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 16 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3183 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1344વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,10,971પહોચી ચુક્યો છે. તેની સામે 91,470 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
       અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,10,971 છે, તેની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,317 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,10,971 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,317 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 94 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,224 કેસો હાલમાં સ્ટેબલ છે, 91,470 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3183 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

સેરેના વિલિયમ્સ યુએસ ઓપનની સેમિફાઇનલમાં પહોંચી

Surat Darpan

અંબાજી મંદિર ના દ્વાર ખોલવામાં આવ્યા પણ મંદિર ની આવક માં કરોડો રૂપીયા નો ઘટાડો …

Surat Darpan

રાજકોટમાં હેર સલુન અને બ્યુટી પાર્લરમાં સંક્રમણ, કોરોના પરીક્ષણની તપાસ માટે આરોગ્ય વિભાગની ટીમો તમામ એન્ટ્રી પોઇન્ટ પર તૈનાત

Surat Darpan

Leave a Comment