SuratDarpan રાષ્ટ્રીય

સુરતના માંગરોળમાં કોરોનાનું સંક્રમણ વધવાથી ફરી 12 દિવસનું લોકડાઉન ચાલુ કરાયું

અમદાવાદ :  ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરત માં જ્યાં વધુ રિસ્ક રહેલું છે તેવા વિસ્તારોમાં  તંત્ર દ્વારા ફુડનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે કોરોનાનો ચેપ વધુ ફેલાતો અટકી શકે. સુરત મનપા દ્વારા માંગરોળ ને લઈને એક કડક નિર્ણય કરવામાં આવ્યો છે કે માંગરોળમાં વધુ 12 દિવસ માટે સંપૂર્ણ લોક ડાઉન લાદવામાં આવ્યું છે. આ લોક ડાઉન આવતી કાલથી 12 દિવસ માટે અમલમાં રહેશે. આરોગ્ય વિભાગ જણાવે છે કે, માંગરોળ તાલુકામાં અત્યાર સુધીમાં 495 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. કહેવામાં આવે છે કે, માંગરોળમાં લાદવામાં આવેલા લોક ડાઉન દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓનું વેચાણ ચાલુ રહેશે જેમ કે દૂધ, મેડીકલની દુકાનો અને આવશ્યક સેવાઓને છુટ આપવામાં આવી છે. પરંતુ માંગરોળ ગ્રામ પંચાયત દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે લોકો સ્વસ્થ રહી શકે.

Related posts

અમેરિકા અને જાપાન સહીત ના 40 દેશો એ ચીન પાસે ઉઈગરો ના માનવ અધિકાર ની માંગ કરી

Surat Darpan

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રવણને શુભ શરૂઆતની શુભેચ્છા પાઠવી હતી

Surat Darpan

ભારત આવવા માટે ફ્રાન્સથી રવાના થયા 5 રાફેલ

Surat Darpan

Leave a Comment