SuratDarpan ગુજરાત

સુરત શહેર પોલીસે ઉધના વિસ્તારમાં માસ્કનું વિતરણ કર્યું

સુરત :  આજના વર્તમાન સમયમાં કોરોના ની મહામારી સામે સૌ કોઈ ઝંઝૂમી રહ્યા છે,ત્યારે કોરોના સામે સાવચેતી અને તકેદારી રાખવામાં આવે તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરની પોલીસ માનવતા દાખવતી  જોવા મળી છે શહેરના ઉધના વિસ્તારમાં આવેલ બાબા નગરમાં પોલીસ દ્વારા ગરીબ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને કોરોનાથી બચવા માટે જાગૃત કરાયા હતા
             હાલ સમગ્ર વિશ્વ કોરોનાના અજગરી ભરડામાં છે તેવામાં સુરત પણ બાકાત નથી હાલ સુરત મા દરરોજના 150 જેટલા સરેરાશ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે ત્યારે હંમેશા લોકોની મદદ કરતી સુરત પોલીસ ગરીબ લોકો ની વ્હારે આવી છે સુરતના ઉધના વિસ્તારમા આવેલા બાબા નગર મા રહેતા ગરીબ લોકો ને સુરત પોલીસ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું  હાલ કોરોનાની મહામારી વચ્ચે ગરીબ લોકો બેકાર બની ગયા છે  તેવા મા સુરતની ઉધના પોલોસે માસ્ક વિતરણ કરીને  અને કોરોનાથી બચાવા માટે લોકોને અપીલ કરી હતી આ કાર્યક્રમમા સેકટર-1 ના  પ્રવિણ મલેએ  હાજરી આપી હતી અને  માસ્ક વિતરણ કર્યું હતું સાથે જ ઉધના પોલીસ પણ આ કાર્યક્રમ માં જોડાયા હતા .

Related posts

JNUTA writes to MHRD over reduction in reserved seats in JNU

cradmin

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1329 થી વધુ પોઝીટીવ કેસ અને 16 ના મોત, કુલ 1,08,295 કેસ

Surat Darpan

કારગીલ માં ફરી એક વાર ભૂકંપ ના આંચકા, તીવ્રતા 4.4 મપાઈ

Surat Darpan

Leave a Comment