SuratDarpan ગુજરાત

સુરત શહેરનું કાપડ માકેટ આવ્યું કંગના રાણાવતના સમર્થનમાં :અભિનેત્રીની પ્રિન્ટવાળી સાડી બનાવી

સુરત : બૉલીવુડ એક્ટ્રેસ કંગના રાણાવત અને મહારાષ્ટ્રની રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલો વિવાદ ટોક ઓફ ઘી નેશન બન્યો છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા કંગનાની સંપત્તિ પર કરવામાં આવેલી ડિમોલિશનની કાર્યવાહી દેશભરમાં ટીકાને પાત્ર બની છે. દેશની સામાન્ય જનતાને પણ કંગનાની સંપત્તિ પર કરવામાં આવેલી કાર્યવાહી પૂર્વગ્રહ યુક્ત કરવામાં આવી હોવાનું પ્રતીત થઇ રહ્યું છે.ત્યારે દેશભરમાં ટેક્ષટાઇલ સીટી તરીકે પ્રસિદ્ધ સુરત શહેરના કાપડના વેપારીઓ પણ હવે કંગના રાણાવતના સમર્થનમાં આવ્યા છે અને સુરતના વેપારીઓએ કંગનાના મણિકર્ણિકા ફિલ્મની પ્રિન્ટની સાડી બનાવી છે.જે આગામી દિવસોમાં ખાસ કરીને મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવી સંભાવના છે.
                                       આ સાડીની પ્રિન્ટ બનાવનારા વેપારીઓએ જણાવ્યું હતું કે કંગના ને જે રીતે મુંબઈમાં પગ નહીં મુકવાની ધમકી આપવામાં આવી તેમજ તેમની ગેરહાજરીમાં તેની સંપત્તિનું ડિમોલિશન કરવામાં આવ્યું તે ખુબ જ અન્યાયી રીતે થયું છે. એક એકલી મહિલા મહારાષ્ટ્રની રાજ્ય સરકાર  સામે લડી રહી છે ત્યારે તેનું સમર્થન કરવું જોઈએ અને અમારી લાગણી સમાજ સુધી પહોંચે તે આશયથી તેની પ્રિન્ટ કરેલી સાડી બનાવી છે.સુરત શહેરમાં આ અગાઉ વર્ષ -2014માં નરેન્દ્ર મોદી, પ્રિયંકા ગાંધીની પ્રિન્ટ કરેલી સાડીઓ બનાવવામાં આવી છે ત્યારે હવે કંગના રાણાવતની પ્રિન્ટ કરેલી સાડી બનાવીને સુરતના કાપડના વેપારીઓએ તેને અનોખી રીતે સમર્થન આપ્યું છે

Related posts

એશિયાનું સૌથી મોટું માર્કેટયાર્ડ ઊંઝા માર્કેટયાર્ડ 20 થી 25 તારીખ સુધી વેપારીઓ દ્વારા સ્વયંમભુ બંધની જાહેરાત

Surat Darpan

સુરત હજીરામાં ઓએનજીસીના ગેસ ટર્મિનલ પર, સવારે 3:30 વાગ્યે મુંબઇથી આવતી ગેસ લાઇનમાં ત્રણ વિસ્ફોટ થયાં, ત્રણ લોકો ગુમ

Surat Darpan

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને ફરી દિલ્હી ની એઈમ્સ હોસ્પિટલ માં દાખલ કરાયા

Surat Darpan

Leave a Comment