SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1326 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,13,662 કેસ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1326 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1205 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3213 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1326 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,13,662 થયો છે. તેની સામે 94,010 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
 અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો. રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,13,662ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,439  નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,13,662 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,439 કુલ કેસો નોંધાયા છે. તેમાંથી 87 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,352 કેસો હાલમાં સ્ટેબલ છે, 94,010  કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3213 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

સુરત : નવી સિવિલ હોસ્પિટલના કોરોના સંક્રમિત થયેલા 125 તબીબો, 92 નર્સો સ્વસ્થ થઇ દર્દીઓની સેવામાં

Surat Darpan

ગુજરાત રાજ્યમાં આજે 01 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક વગર નીકળનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી રૂ/- 500 નો દંડ વસુલાશે

Surat Darpan

સુરતમાં મોડીરાત્રે ચાલુ કારમાં આગ લાગતા કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા ચમત્કારિક બચાવ

Surat Darpan

Leave a Comment