SuratDarpan સુરત

સુરતમાં કેબલબ્રીજ પરથી નદીમાં કુદવાની ધમકી આપનાર યુવકને પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા દોરડાથી પકડીને બચાવી લેવાયો

સુરત :  સુરત શહેરના અઠવા લાઈન્સ કેબલ બ્રીજ ની પાળી પરથી નદીમાં કુદવાની ધમકી આપનાર ઇચ્છાપોરનાં યુવકને ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ દ્વારા લગભગ બે કલાક સુધી સમજાવ્યા બાદ દોરાડાના ગાળીયામાં ફસાવીને તેનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તેને દોરડાથી બાંધીને બચાવ્યા બાદ પોલીસને સોપી દેવામાં આવ્યો હતો. ઇચ્છાપોરનો રહેવાસી 26 વર્ષીય અંબુજ રમેશ શુક્લા નામના વ્યક્તિની માનસિક સ્થિતિ ઠીક નહિ હોવાનું માલુમ પડ્યું હતું.
કેબલબ્રીજ પર પાળી ઉપર ઉભેલા આ યુવક દરેકને ધમકી આપતો હતો કે જો કોઈ પાસે આવ્યું તો હું નદીમાં કુદી પડીશ જેથી ફાયર ઓફિસર ઈશ્વર પટેલે તાપી નદીમાં 5 થી 6 તરવૈયાઓને પણ ઉતારી દીધા હતા પરંતુ તેને વાતોમાં ઉલ્ઝાવીને દોરડાના ગાળીયામાં ફસાવીને બચાવી લેવામાં આવ્યો હતો.

Related posts

સુરતના માંગરોળમાં કોરોનાનું સંક્રમણ વધવાથી ફરી 12 દિવસનું લોકડાઉન ચાલુ કરાયું

Surat Darpan

સુરત : સરકારી નર્સિંગ કોલેજ વિદ્યાર્થીની બહેનો કોરોનાગ્રસ્ત ભાઇઓને બાંધશે રક્ષાસૂત્ર

Surat Darpan

પબ્જી સહિત 118 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ

Surat Darpan

Leave a Comment