SuratDarpan સુરત

સુરત : રેલવે ટ્રેક પર મળેલી લાશનો ભેદ ઉકેલાયો : યુવકના મિત્રએ જ કરી હતી હત્યા

સુરત : સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતા નિલેશ ભૂમિહારની રેલવે ના પાટા પરથી થોડા દિવસ પૂર્વે લાશ મળી આવી હતી આ મામલામાં ઝીણવટ ભરી તપાસના અંતે તેની હત્યા તેના મિત્ર  સેન્ટુ ભૂમિહારે કરી હોવાનું ખુલ્યું છે પૈસાની લેતીદેતીના મામલે મિત્રએ જ મિત્રની હત્યા કરી છે આ હત્યાના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે
          સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં  થોડાક દિવસ અગાઉ હત્યાની કોશિષનો બનાવ બન્યો હતો તેમાં પણ હજી એક આરોપી પકડાયો નથી અને એના થોડાક સમય બાદ એક વ્યક્તિની હત્યા કરી તેને રેલવે પાટા પર ફેંકી દેવામાં આવે છે જેથી કરી આ એક અકસ્માત ગુનામાં તબદીલ થઈ જાય પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડી ક્યાં કોઈ અકસ્માત નથી આતો એક હત્યા છે સમગ્ર ઘટનાની ભીતરમાં જઈએ તો ડીંડોલી વિસ્તારમાં રહેતા નિલેશ ભૂમિહાર ને સેન્ટુ ભૂમિહારે તેને અગાઉ એક કારખાનામાં નોકરી તરીકે લગાડ્યો ત્યારબાદ નિલેશને એડવાન્સ પેટે ઉછીના 5000 રૂપિયા આપ્યા હતા જ્યારે નિલેશ તે પૈસા સેન્ટુને ન ચૂકવી શક્યો ત્યારે તેની હત્યા કરી નાખી હતી.સેન્ટુ એ અગાઉ તેને વારંવાર પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા ન આપતાં આખરે સેન્ટુ એ નિલેશનુ ગળું દબાવી તેની હત્યા કરી નાખી અને રેલવેના પાટા ઉપર લઇ જઇ તેની લાશ ફેંકી દીધી આ હત્યાથી બચવા સેન્ટુ એ નિલેશને રેલ્વે પાટા સુવડાવી દીધો જેથી સવારના લોકોને ખબર પડી કે એક લાશ પડી છે તો ત્યાના લોકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી અને આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અગાઉ પોલીસે પણ આમાં અકસ્માતનો ગુનો નોંધ્યો હતો પરંતુ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી અને અંતે આને હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Related posts

બારડોલી ખાતે રૂા.46.42 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત કરાયું

Surat Darpan

આઈપીએલ : રાશિદ ખાને ખાસ સિદ્ધિ હાંસલ કરી, આઈપીએલનો સૌથી કંજુસ બોલર બન્યો

Surat Darpan

સુરતમાં વધુ 6ના મોત સાથે શહેર-જિલ્લામાં મૃતકોનો કુલ આંક 401 પર

Surat Darpan

Leave a Comment