SuratDarpan રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1334 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,14,996 કેસ

અમદાવાદ :   ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1334 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1255 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 17 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3230 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1334 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,14,996 થયો છે. તેની સામે 95,265 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,14,996ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,501  નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,14,996 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,501 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 93 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,408 કેસો હાલમાં સ્ટેબલ છે, 95,265  કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3230 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

ડી.આર.ડી.ઓ. દ્વારા લદાખ માં કોરોના પરીક્ષણ કેન્દ્ર શરુ કરાયું

Surat Darpan

સુરતના માંગરોળમાં કોરોનાનું સંક્રમણ વધવાથી ફરી 12 દિવસનું લોકડાઉન ચાલુ કરાયું

Surat Darpan

સુરત : મનપાની વિડીયો કોન્ફરન્સ સામાન્ય સભામાં કોંગી નગરસેવકે કર્યો અનોખો વિરોધ

Surat Darpan

Leave a Comment