નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 70 મા જન્મદિવસ પર, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ટ્વિટર પર રાજનાથસિંહે કહ્યુ કે, ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મજબુત નેતૃત્વ, દ્રઢ સંકલ્પ અને નિર્ણાયક કાર્યથી, દેશને મોટો ફાયદો થયો છે. તેઓ ગરીબ અને વંચિત લોકોના સશક્તિકરણ માટે અથાક કામ કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા અને સ્વસ્થ જીવન માટે મારી પ્રાર્થના.’