SuratDarpan રાષ્ટ્રીય

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1379થી વધુ પોઝીટીવ કેસ અને 14 ના મોત, કુલ 1,19,088 કેસ

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1379 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1652 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 12 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3273 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1379 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,19,088 થયો છે. તેની સામે 98,156 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,19,088ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,249 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,19,088 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,007 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 96 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 15,911 કેસો હાલમાં સ્ટેબલ છે, 99,808  કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3273 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 4 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

હું દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાનારી રોમાંચક મેચ ની રાહ માં છું : સુરેશ રૈના

Surat Darpan

બાલાજી ટેલિફિલ્મ્સ સુધી પહોંચ્યુ ડ્રગ કનેક્શન, કંપની દ્વારા આપવામાં આવતી ….

Surat Darpan

સુરતના રાંદેરમાં નીલાંજન એપાર્ટમેન્ટના પહેલા માળની ગેલેરી તૂટી પડતા ત્રણ શ્રમજીવી દટાઈ ગયા, ત્રણેના મોત

Surat Darpan

Leave a Comment