નવી દિલ્હી : મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆતની મેચએ, એક નવો રેકોર્ડ બનાવ્યો છે. મેચને ટીવી પર રેકોર્ડ 20 કરોડ લોકોએ જોઈ હતી. સીએસકેની ટીમે 19 સપ્ટેમ્બરના રોજ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટે હરાવી હતી.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વીટ કર્યું, “ડ્રીમ 11 આઇપીએલની ઓપનિંગ મેચે, એક નવો રેકોર્ડ બનાવ્યો છે ! બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) અનુસાર, મેચ ટીવી પર અભૂતપૂર્વ 20 કરોડ લોકોએ જોયો હતો. જે કોઈ પણ દેશમાં કોઈપણ સ્પોર્ટ્સ લીગ માટે તેની શરૂઆતના ઓપનિંગ દિવસના દર્શકોની સહુથી વધુ સંખ્યામાં છે. કોઈ લીગ ક્યારેય આટલી મોટી થઈ નથી. “
ધોનીએ સીએસકે માટે કેપ્ટન તરીકેની 100 મી જીત નોંધાવી હતી. જેમાં પહેલી મેચમાં મુંબઈને 5 વિકેટે પરાજય આપ્યો હતો. સીએસકે આ મેચ પહેલા મુંબઈ સામે, સતત પાંચ મેચ હારી ગયો હતો. પરંતુ શનિવારે મેચ જીત્યા બાદ આખરે ધોનીની આગેવાની હેઠળની ફ્રેન્ચાઇઝીએ, રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઈ ઈન્ડિયન્સન સામે જીત અપાવી.
આ મેચ દ્વારા ધોની 437 દિવસ બાદ, ક્રિકેટ મેદાન પર પાછો ફર્યો હતો. તેણે છેલ્લે ન્યૂઝિલેન્ડ સામે 2019 વર્લ્ડ કપમાં, સેમિ-ફાઇનલ મેચ રમી હતી. પૂર્વ ભારતીય કેપ્ટનએ આ વર્ષે 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.