SuratDarpan ગુજરાત

નર્મદા ડેમમાંથી 2.30 લાખ કયુસેક પાણી છોડાતા, ભરૂચ પાસેના ગોલ્ડન બ્રીજ નીચે પાણીનુ લેવલ, 22 ફૂટે પહોચવાની શક્યતા

અમદાવાદ : સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાના કારણે પાણીની ખુબ આવક નોંધાઈ છે. કહેવામાં આવે છે કે, સરદાર સરોવરમાં 2.22 લાખ કયુસેક પાણીની આવક નોંધાઈ છે તેની સામે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં હાલ 2.30 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ભરૂચ, વડોદરા, અને નર્મદા જીલ્લામાં પુરની શક્યતાઓ વધી જતા લગભગ નદી કિનારે આવેલા 52 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.
       ઉપરવાસમાં ભારે વરસાદ ને કારણે નર્મદા ડેમમાં પાણી સપાટી હાલ 136.78 મીટરે પહોચી ચુકી છે, પ્રશાસનના જણાવ્યા પ્રમાણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને તેમાંથી લગભગ 2.30 લાખ કયુસેક પાણી રીલીઝ કરવામાં આવી રહ્યુ છે. ગોલ્ડન બ્રીજ પાસે 22 ફૂટના વોર્નિંગ લેવલને વટાવી શકે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે. નર્મદા નિગમ દ્વારા વડોદરા જીલ્લા વહીવટી તંત્રને જાણકારી આપવામાં આવી છે કે નર્મદા ડેમમાંથી લગભગ 4 લાખ કયુસેક પાણી છોડાઈ શકે છે માટે નર્મદા જીલ્લો, ભરૂચ જીલ્લો અને વડોદરા જીલ્લાના તમામે તમામ કલેક્ટરોઅને જીલ્લા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ અને પોલીસને પણ  હાઈ એલર્ટ પર રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. નદીકાંઠાનાં નીચાણવાળા પ્રદેશો અને ગામોમાં ખાસ તકેદારી રાખવાની સુચના આપવામાં આવી છે.

Related posts

દેશ માં 24 કલાક માં 63,509 કોરોના સંક્ર્મીતો થયા, 11 લાખ ની વધારે કોરોના પરીક્ષણ થયા

Surat Darpan

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1020 થી વધુ પોઝીટીવ કેસ અને 20 ના મોત, કુલ 65,704 કેસ

Surat Darpan

સુરતના એરપોર્ટ પર સ્પેશિયલ કાર 200 કી.મી ની ઝડપે દોડાવીને ફ્રિકશન ટેસ્ટ કરવામાં આવ્યો

Surat Darpan

Leave a Comment