SuratDarpan ગુજરાત સુરત

સુરત : હજીરા સ્થિત ONGC ટર્મિનલમાં મધરાત્રીએ પ્રચંડ બ્લાસ્ટ, 4 ગુમ થયાની આશંકા

સુરત : સુરતની શહેરના હજીરા ખાતે આવેલી  ONGC કંપનીમાં વહેલી સવારે 3 થી 3:30 ના સમયગાળામાં એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા. બોઈલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાનું ફાયરના સુત્રોથી જાણવા મળ્યું છે. આ બ્લાસ્ટના પગલે સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો. અતિ ભયંકર અવાજ સાથે થયેલા આ પ્રચંડ બ્લાસ્ટના કારણે શહેરના અડાજણ, પાલ અને વેસુ વિસ્તારમાં લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હતા.. ONGC નજીકની ઈમારતો ધ્રૂજી ઉઠી હતી અને સાથે હજીરામાં જ આવેલી અન્ય કંપનીઓ રિલાયન્સની, ક્રિભકો અને NTPCની  ફાયરબ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે ત્વરિત ગતિથી પહોંચી ગઈ હતી. સુત્રોથી મળેલી જાણકારી મુજબ આ પ્રચંડ બ્લાસ્ટ બાદ 4 વ્યકિત ગૂમ થયાના સમાચાર મળી રહ્યા છે.
 ઓએનજીસીના ટર્મિનલ પ્લાન્ટમાં વારાફરતી ત્રણ પ્રચંડ ધડાકા બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી.આ આગ પર કાબૂ લેવા માટે 300 મીટર દૂરથી પાણી-કેમિકલ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગને કાબુમાં લેવામાં ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સુરત આવતી બોમ્બે હાઈ ગેસની પાઈપલાઈનના ટર્મિનલમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર પાઇપ લાઈન પેટ્રોલિયમ લીક્વિડથી ભરાયેલી હતી ત્યારે ઘટના બની હતી. આગ બાદ ચીમનીમાંથી વધુ ગેસ છોડવાનો શરૂ કરાયો હતો. હાલ આ ઘટના બાદ 3 કર્મચારી અને 1 સુરક્ષાકર્મી લાપતા  હોવાના સમાચાર મળ્યા છે.બીજી તરફ પ્રધાનમંત્રી મોદીએ પણ આ સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી અને સત્વરે તમામ કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ સમગ્ર ઘટનામાં હાલ હજુ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Related posts

અમદાવાદ ની હોસ્પિટલ માં આગ પર ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

Surat Darpan

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન પિતા બનવા જઈ રહ્યા છે…

Surat Darpan

China responds to report it fired laser at US Navy plane

cradmin

Leave a Comment