SuratDarpan સુરત

સુરત : કોરોનાની સારવાર માટે વપરાતા ઇન્જેક્શન કૌભાંડ ફરી સામે આવ્યું

સુરત :  કોરોનાની મહામારીની સારવારમાં અતિ મહત્વપૂર્ણ મનાતા ટોસીલીઝુમેબ અને રેમડેસીવર ઇન્જેક્શનોના વેચાણમાં સુરતમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું ફરીથી ખુલવા પામ્યું છે.શહેરના એક જાગૃત નાગરિકે પુરાવા સાથે આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે સુરત શહેરના જાગૃત નાગરિક તુષાર મેપાણીએ આરટીઆઈ કરી સિવિલ હોસ્પિટલમાં 4800 ની MRP વાળા ઇન્જેક્શનના 5400 રૂપિયા લેવાતા હોવાનું જણાવ્યું છે તેમજ આ ઇન્જેક્શનો ખાનગી હોસ્પિટલના ફ્રી માં અપાતા હોવાની ચોંકાવનારી જાણકારી મીડિયા સમક્ષ વ્યક્ત કરી છે તેમજ ટોસીલીઝુમેબ ઈન્જેક્શનની ભ્રષ્ટાચારની કિંમત 31,000 થી લઈ 58,000 તેમજ રેમડેસીવર ઇન્જેક્શનની કિંમત 4800 થી લઈ 6000 લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું છે
તેની પાસે પુરાવા રૂપે આર ટી આઈ સાથે ઇન્જેક્શન ના બિલ પણ છે તે તમામ સાથે તેણે આરોગ્ય મંત્રીને  ફરિયાદ કરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ આ બન્ને ઈન્જેક્શનનું બહુ મોટું કૌભાંડ સુરતથી ઝડપાયું છે ત્યારે આ પ્રકરણમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની સંભાવના છે.

Related posts

વિદેશી હૂંડિયામણ માં રેકોર્ડ વધારો, 551.505 અબજ ડોલર ની વિક્રમ સપાટી પર

Surat Darpan

સુરત : અડાજણના એટીએમમાંથી તસ્કરો 24 લાખ તફડાવી ગયા

Surat Darpan

This woman creates eco-friendly cotton pads for unpriviledged women at home

cradmin

Leave a Comment