SuratDarpan રાષ્ટ્રીય

કાર્યસ્થળ પર પાંચ મિનિટના યોગ વિરામથી, તણાવ મુક્ત રહો

નવી દિલ્હી : કાર્યસ્થળના  વાતાવરણને હળવા યોગ તણાવ રહિત કરી શકે છે. આયુષ મંત્રાલયે, પાંચ મિનિટનો યોગ બ્રેક પ્રોટોકોલ રજૂ કર્યો છે. 5 મિનિટના આ પ્રોટોકોલનો ઉદ્દેશ્ય, કાર્યસ્થળો પર લોકોને યોગ માટે આપેલ વિરામ થી  કાયાકલ્પ કરવાનો છે. આ 5 મિનિટનો પ્રોટોકોલ, જાણીતા યોગ નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે.  જેમાં કેટલાક યોગ વ્યાયામો, જેમ કે તાડાસન, કટીસચક્રાસન વગેરે અને નાડી શુદ્ધિકરણ, ભ્રામરી, પ્રાણાયામ અને ધ્યાન શામેલ છે. સફળ યોગ પ્રોટોકોલને કારણે, હવે તેને અન્ય સરકારી કચેરીઓમાં શરૂ કરવાની તાલીમ આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત, સરકારી કચેરીઓમાં પાંચ મિનિટનો યોગ કરવામાં આવ્યો હતો. તે કોરોનાને કારણે રોકી હતી પરંતુ હવે ફરી શરૂ કરવામાં આવી છે. 5 મિનિટના ‘યોગા બ્રેક પ્રોટોકોલ’ ને, આયુષ મંત્રાલયે 2019 માં એમડીએનઆઇવાઈ સાથે વિકસિત કર્યો હતો. આ પ્રોટોકોલ આ વર્ષે જાન્યુઆરીમાં, પાઇલટ પ્રોજેક્ટના ભાગ રૂપે શરૂ કરાયો  હતો અને સહભાગીઓ પર તેની અસર પણ સકારાત્મક રહી હતી.
આયુષ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે,’ મોટા ભાગની જગ્યાએ કામ કરતા લોકો. કામ કરવાની શૈલી બદલવા અને સતત કમ્પ્યુટર પર કામ કરવા અથવા એક જગ્યાએ બેસવાને કારણે, વર્કલોડ/ કામના બોજાનો અનુભવ કરે છે. જેનાથી કર્મચારીઓ તાણમાં આવે છે. જેના પરિણામે તે  તેમની કાર્ય કરવાની ક્ષમતાને, અસર કરે છે, અને  ઉત્પાદકતામાં ઘટાડો કરે છે.’  તેમણે માહિતી આપી હતી કે, ‘આયુષ મંત્રાલયે યોગ બ્રેક પ્રોટોકોલની પ્રથા, ફરી શરૂ કરી છે. આજે આયુષ ભવન અને એમડીએનઆઈવાય કેમ્પસમાં તેનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.’
વર્તમાન કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને, શ્વાસ લેવાની યોગ પ્રથા પર એક વધારાનુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે કે પ્રાણાયામની ક્રિયા, કારણ કે, પ્રાણાયામની મદદથી ફેફસાના કાર્યમાં વધારો કરી શકાય છે. યોગ વિરામથી સંબંધિત આ નિદર્શન અને તાલીમ આયુષ ભવનમાં 10 દિવસ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન કોરોના અંગે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા માર્ગદર્શિકાનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાજિક અંતરનો સમાવેશ થાય છે.

Related posts

પ્રધાનમંત્રી મોદીએ પુર પીડિત છ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીઓ કોન્ફરન્સ કરી

Surat Darpan

જે.ઈ.ઈ. અને નીટ ની પરીક્ષાઓ રદ કરવાની અરજી વુપ્રીમ કોર્ટે ફગાવી, પરીક્ષાઓ સપ્ટેમ્બર માં લેવાશે

Surat Darpan

ફિલ્મી અભિનેત્રી સંજના ગિલરાની ના ઘર પર સી.સી.બી. ના દરોડા, ડ્રગ્સ મામલે તપાસ

Surat Darpan

Leave a Comment