SuratDarpan ગુજરાત

અમદાવાદના પરિવારને અંબાજી દર્શને જતા ખેરાલુ પાસે ગંભીર અકસ્માત નડ્યો, કારમાં આગ લાગતા દાદી અને બે પુત્રી જીવતી ભૂંજાઈ ગઈ, બે દાઝ્યા

અમદાવાદ, 02 ઓક્ટોબર (હિ.સ)    અમદાવાદમાં રહેતા મૂળ વડનગરનો પટેલ પરિવાર માતા અંબાજીના દર્શને જવા આજે વહેલી સવારે નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ખેરાલુ પાસે તેમની CNG ગેસ વાળી  ગાડી એક ઝાડ સાથે અથડાઈ હતી ત્યારે કારમાં પતિ-પત્ની, બે દીકરીઓ અને દાદી સવાર હતા, ગાડી ઝાડ સાથે અથડાતા તેમાં અચાનક આગ ફાટી નીકળતા પતિ-પત્ની દાઝી ગયા હતા પરંતુ ગાડીમાંથી બહાર નીકળી શક્યા હતા અને બે નાની દીકરીઓ અને દાદી બહાર નહિ નીકળી શકતા આગમાં જીવતા ભૂંજાઈ ગયા હતા. આગ લાગતા આજુબાજુના લોકો ભેગા થયા તેમણે તરત ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. કારની આગને ઓલવવા ખુબ પ્રયત્ન કર્યો પર આગ ઓલવી શક્યા નહિ અને દાદીની સાથે બે દીકરીઓ બળીને ભડથું થઇ ગઈ હતી. લોકોએ તરત દાઝેલા પતિ પત્નીને ખેરાલુની સરકારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને બળીને ભડથું થઇ ગયેલી બંને દીકરીઓ અને દાદીના મૃતદેહોને  પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા

Related posts

આરસીબીએ તેનુ અધિકારીક એંથમ ગીત રજૂ કર્યું…….તેના પ્રશંસકો માટે ….

Surat Darpan

બોર્ડર પર બડગામ જીલ્લા માં એક એસ.પી.ઓ. 2 એ.કે.-47 રાયફલ અને ત્રણ મેગેઝીન સાથે ફરાર

Surat Darpan

ફેસબુક ઇન્ડિયા ના વાઈસ પ્રેસિડેન્ટ, સુપ્રીમ કોર્ટ ના દરવાજે

Surat Darpan

Leave a Comment