rajkaran ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1351 થી વધુ પોઝીટીવ કેસ અને 10 ના મોત, કુલ 1,38,745 કેસ

અમદાવાદ  :  ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1351 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1334 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમણે રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 10 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3463 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1351 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,38,745 થયો છે. તેની સામે 1,18,565 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,37,394 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,717 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,38,745 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,717 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 89 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,628 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,18,565 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3463 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

પાવાગઢ ખાતે ખૂનીયા મહાદેવ પાસે ફસાયેલ 70 લોકો ને પોલીસે બચાવ્યા

Surat Darpan

મહેસાણા કોર્ટમાં કર્મચારીને કોરોના પોઝેટિવ આવતા કામકાજ બંધ કરાયું , સંકુલને સેનેટાઈઝ કરાયું

Surat Darpan

Yes Bank can come out of administration soon, says SBI chairman Rajnish Kumar

cradmin

Leave a Comment