SuratDarpan ગુજરાત

સુરતમાં BRTS બસના ડ્રાયવરની તબીયત ચાલુ બસે બગડતા બસને ઉભી રાખીને બધા પેસેન્જરને નીચે ઉતાર્યા ત્યાર બાદ મોતને વહાલું કર્યું

અમદાવાદ :   સુરતમાં BRTS બસના ડ્રાયવર અશોકભાઈ આજે સવારે બસ લઈને તેમના રૂટ પર બસ લઈને નીકળ્યા હતા, ત્યારે વીઆઈપી રોડ થી અલથાણ તરફ જઈ રહ્યા હતા ત્યારે, તેમની તબિયત લથડી હતી અને તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમને બસ રોડની સાઈડમાં ઉભી રાખીને તેમના સુપરવાઈઝર ને ફોનથી જાણ કરીને, બધા પેસેન્જરને બસમાંથી નીચે ઉતારી દીધા હતા.
લોકોએ પણ તરત 108 ને જાણ કરી હતી. 108 ની સાથે સાથે સુપરવાઈઝર પણ બસ પાસે પહોચ્યા હતા, અને જ્યારે ડ્રાયવર અશોકભાઈને ચેક કરવામાં આવતા તેમનુ મૃત્યુ થઇ ગયેલુ માલુમ પડ્યુ હતુ. ઘટનાની જાણ તરત ખાતોદારા પોલીસને કરાતા તે પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને ડ્રાયવર અશોકભાઈના મોતનુ સાચું કારણ જાણવા માટે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. સુરત BRTS સેલના ઇન્ચાર્જ અધિકારી કમલેશભાઈ નાયકે કહ્યું કે, ‘ આ BRTS બસના ડ્રાયવરને છાતીમાં દુખાવો થતા તેને બસને સાચવીને કંટ્રોલ કરીને સાઈડમાં ઉભી કરીને, બધા પેસેન્જરોની જાન બચાવી અને ત્યારબાદ ડ્રાયવરનુ મૃત્યુ થયું હતુ.’

Related posts

જેતપુરમાં બનાવટી સેનિટાઈઝર બનાવતી કંપનીને સીલ કરાઈ

Surat Darpan

WADA monitoring coronavirus-hit areas for dope test gaps

cradmin

અમદાવાદને મેગા સિટીનો દરજ્જો આપવા માટે કાલુપુર સ્ટેશનેથી બુલેટ ટ્રેન, અંડર ગ્રાઉન્ડ મેટ્રો અને રેલ્વે દોડતી હશે

Surat Darpan

Leave a Comment