SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1302 થી વધુ પોઝીટીવ કેસ અને 09 ના મોત, કુલ 1,42,700 કેસ

અમદાવાદ :   ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1343 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1304 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 09 દર્દીઓના મોત સાથે, કુલ મૃત્યુ આંક 3499 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1302 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,42,700 થયો છે. તેની સામે 1,22,365 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
 રાજ્યવાર માહિતી જોવા જઈએ તો, રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,42,700 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,836  નોંધાઈ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,42,700 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,836  કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 87 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,749 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,22,365 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3499 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

Onward movie review: Chris Pratt, Tom Holland and Disney Pixar will make you laugh and cry but not enough

cradmin

સાંસદો ના પગાર અને ભથ્થા માં 30 % નો ઘટાડો, સંસદ માંથી ખરડો પસાર

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1390 થી વધુ પોઝીટીવ કેસ અને 11 ના મોત, કુલ 1,37,394 કેસ

Surat Darpan

Leave a Comment