SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1278 થી વધુ પોઝીટીવ કેસ અને 10 ના મોત, કુલ 1,47,951 કેસ

અમદાવાદ :  ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1278 થી વધુ  નોંધાયા છે. જેની સામે 1266 થી  વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 10 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3541 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના ની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1278 વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 1,47,951 થયો છે. તેની સામે 1,27,923 દર્દીઓ સાજા થઇ જતા તેમણે હોસ્પીટલમાં થી રજા આપવામાં આવી છે.
રાજ્યવાર માહિતી જોવા જઈએ તો, રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 1,47,951 ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 16,487  નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 1,47,951 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 16,487  કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 81 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 16,406 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,27,923 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3541 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 3 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

સાંસદો ના પગાર અને ભથ્થા માં 30 % નો ઘટાડો, સંસદ માંથી ખરડો પસાર

Surat Darpan

China responds to report it fired laser at US Navy plane

cradmin

ગુજરાત રાજ્યમાં ફાયર સેફટીને લઈને મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય, દર 6 મહિને ફાયર સેફટી NOC ફરજીયાત રીન્યુઅલ કરાવવું પડશે

Surat Darpan

Leave a Comment