SuratDarpan ગુજરાત

ગુજરાત સરકાર સ્કુલો ડીસેમ્બરમાં જ ખોલવા કટિબદ્ધ છે, દિવાળીમાં શાળાઓ શરુ નહિ કરવામાં આવે

અમદાવાદ :   કોરોનાની મહામારીના કારણે રાજ્યમાં અને દેશભરમાં શાળા કોલેજો અને બીજા બધા કામ ધંધાની જગ્યાઓ ને લોક ડાઉનના કારણે બંધ રાખવામાં આવ્યા છે. અત્યારે છેલ્લા 7 મહિનાથી બધા કાર્યો થંભી ગયા છે. આગામી દિવસોમાં દિવાળી દરમ્યાન પણ શાળા – કોલેજોને શરુ કરવામાં નહિ આવે, સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ વધે નહિ તેના માટે ડીસેમ્બર સુધી સ્કૂલો નહિ ખોલવા માટે કટિબદ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં શિયાળો શરુ થતો હોવાના કારણે ઠંડકના લીધે કોરોનાની મહામારી વધી શકે તેમ હોવાથી હાલમાં દિવાળી બાદ પણ શાળાઓ શરુ નહિ કરવામાં આવે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું હાલ પુરતું ચાલુ રાખવામાં આવશે. તેને ડીસેમ્બર સુધી બંધ રાખીને આગામી સમયમાં પરિસ્થિતિની સમીક્ષા બાદ સરકાર નિર્ણય લેશે તેમ જણાવવામાં આવ્યું છે.

Related posts

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો દેશને મોટો ફાયદો થયો છે : રાજનાથ સિંહ

Surat Darpan

ઓલિમ્પિક્સ સ્થગિત થવાના સમાચાર સાંભળી ને હું આશ્ચર્ય ચકિત થઇ ગઈ હતી : મેરી કોમ

Surat Darpan

ગુજરાત રાજ્યમાં કોરોનાનો કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1020 થી વધુ પોઝીટીવ કેસ અને 20 ના મોત, કુલ 65,704 કેસ

Surat Darpan

Leave a Comment