SuratDarpan રાષ્ટ્રીય

દેશ માં કોરોના થી સ્વસ્થ થવાનો દર 87.56 % થયો

નવી દિલ્હી : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 63,371 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની સંખ્યા વધીને 73, 70, 469 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 895 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે, કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 1,12,161 પર પહોંચી ગયો છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 64,53,780 દર્દીઓ સ્વસ્થ થયા છે અને દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 87.56 ટકા થયો છે.
શુક્રવારે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં 8,04,528 સક્રિય દર્દીઓ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 લાખ થી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા હતા. ગુરુવારે 10,28,622 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,22,54,927 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

Related posts

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ની હાલત ગંભીર

Surat Darpan

કોલકતા થી દેશ ના છ શહેરો પર નો હવાઈ વ્યવહાર નો પ્રતિબંધ, 31 જુલાઈ સુધી લંબાવાયો

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1408થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 1,28,949 કેસ

Surat Darpan

Leave a Comment