SuratDarpan રાષ્ટ્રીય

દેશ માં કોરોના થી પુન: સ્વસ્થ થવાનો દર વધીને 87.78 % થયો

નવી દિલ્હી : દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 74 લાખ ને વટી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 62,212 કોરોના નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 74,32,681 થઈ ગઈ છે. તે જ સમયે, કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 837 લોકોનાં મોત થયાં. આ સાથે, આ રોગથી કુલ મૃત્યુઆંક 1,12,998 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં સક્રિય દર્દીઓ 7,95,087 છે. તે જ સમયે, એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 65,24,596 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 87.78 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો કરાયા છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા હતા. 16 ઓક્ટોબરે, 09,99,090 પરીક્ષણો લેવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 9,32,54,017 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

Related posts

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી ની જાહેરાત : પોલીસ કર્મી કોરોના પોઝીટીવ થાય તો 10 લાખ નો વીમો

Surat Darpan

રાહુલ નો સરકાર પર પ્રહાર, “પહેલા તો મૂંગી જ હતી, હવે આંધળી-બહેરી પણ છે

Surat Darpan

અલંગ બાદ હવે જામનગરના સચાણામાં નવું શીપ બ્રેકીંગ યાર્ડ બનાવવાની મંજુરી ગુજરાત સરકારને મળી

Surat Darpan

Leave a Comment