SuratDarpan રાષ્ટ્રીય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, નાગરિકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હી :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, નાગરિકોને નવરાત્રીની શુભકામના પાઠવી છે.
 ટ્વિટર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ‘ બધાને  નવરાત્રી પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ. જગત જનની  માતા જગદંબા, તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે. નવરાત્રના પહેલા દિવસે, માતા શૈલપુત્રીને નમન. માતા શૈલપુત્રીના આશીર્વાદથી આપણી ધરતી સલામત, સ્વસ્થ અને સુરક્ષિત રહે. માતાના આશીર્વાદ થી આપણા ગરીબ અને પછાત લોકોના જીવનમાં, સકારાત્મક બદલ લાવવા માટે શક્તિ પ્રદાન કરે.”
ઘણા વર્ષોથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચૈત્ર અને અશ્વિન નવરાત્ર પર માત્ર પાણી લઈને કડક ઉપવાસ અને સાધના કરે છે. નવરાત્ર દરમિયાન ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશમાં  દેશોની મુલાકાતે પણ જઈ આવ્યા છે, અને ઘણી મોટી મોટી બેઠકો પર કરેલી છે.

Related posts

સુરતમાં એક યુવતીનુ બે પ્રેમી સાથેનુ પ્રેમપ્રકરણ : યુપીના પ્રેમીની, સુરતના પ્રેમી દ્વારા ઘાતકી હત્યા

Surat Darpan

આઈ.એમ.એફ. એ પ્રધાનમંત્રીની, આત્મ-નિર્ભર ભારતની અપીલને મહત્વપૂર્ણ ગણાવી

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1326 વધુ પોઝીટીવ કેસ અને 17ના મોત, કુલ 1,13,662 કેસ

Surat Darpan

Leave a Comment