SuratDarpan ગુજરાત

જામનગરમાં માતાજીના દર્શને જતા દંપત્તિ રસ્તામાં વચ્ચે રોકાયા અને પત્ની સાથે બલાત્કાર થયો

અમદાવાદ :   જામનગર જીલ્લો આજકાલ દુષ્કર્મના કેસો દ્વારા ચમકતો જાય છે. કહેવામાં આવે છે કે છેલ્લા ૨૦ દિવસમાં ૫ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોધાઇ ચુક્યા છે. તેવું પોલીસનું કહેવું છે. જ્યારે ધ્રોલ પોલીસ મથકમાં એક પરણીતાએ તેની પર છરી ની બીકે બે જણાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.
બંને દંપત્તિ ધ્રોલ થી માતાજીના દર્શને જઈ રહ્યા હતા ત્યારે પતિને માવો ખાવાની ઈચ્છા થઈ, ત્યારે ત્યાં બે યુવકોએ આવીને તેમને અહિયાં કેમ ઉભા છે, તેમ કહીને પતિનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને પતિને ગડદાપાટુ નો માર માર્યો હતો અને તેની પત્નીને છરીના જોરે ત્યાંથી થોડે દુર ઝાડીમાં લઇ જઈને વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ બંને દંપત્તિને ત્યાંથી જવા દીધા હતા. દંપત્તિએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તરત ફરિયાદ નોંધીને, થોડા સમયમાં બે આરોપીને ઝડપી લીધા હતા. તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી છે.

Related posts

જેલમાંથી હજુ એક દિવસ પહેલાં જ નીકળેલા માથાભારેનો જૂની અદાવતમાં હુમલો, 2 ગંભીર

Surat Darpan

‘Can take pride in that’: MSK Prasad reveals why Virat Kohli was chosen as MS Dhoni’s successor

cradmin

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1278 થી વધુ પોઝીટીવ કેસ અને 10 ના મોત, કુલ 1,47,951 કેસ

Surat Darpan

Leave a Comment