SuratDarpan રાષ્ટ્રીય

દહેજ જીઆઈડીસીના કડોદરા પાસે યુપીએલ-12 પ્લાન્ટની બાજુમાં ઓએનજીસીની પાઈપલાઈનમાં આગ સાથે ધડાકો થયો.

 ભરૂચ :  દહેજ જીઆઇડીસી વિસ્તારમાં કડોદરા ગામ પાસે ઓએનજીસીની પાઇપલાઇનમાં શુક્રવારે સાંજના સમયે કોઇ કારણસર આગ ભભુકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાઓ આકાશમાં ઉંચે સુધી ઉઠતાં અંદાજે 15 કિમી દુરથી આગની ઘટના જોઇ શકાઇ હતી. જોકે ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના સ્થળે મામલતદાર ,પોલીસ અને ઓએનજીસીના અધિકારીઓ પહોંચી ગયા હતા જ્યારે આગ કાબુમાં આવતા હાશકારો થયો હતો.
       દહેજ આદ્યોગિક વસાહતમાં કડોદરા ગામ પાસે આવેલી યુપીએલ 12 કંપનીથી દોઢેક કિમી દુરથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇનમાં ગતરોજ સાંજના સમયે કોઇ કારણેસર અચાનક આગ ભભુકી ઉઠી હતી. આગની જ્વાળાઓ એટલી પ્રચંડ હતી કે, આસપાસના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો ગયો હતો. લોકોએ પોતાના ઘરના ધાબે ચઢી આગની ઘટનાને નિહાળી હતી. જોકે ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઓએનજીસી દ્વારા પણ તાકીદે પાઇપલાઇનમાં ઓઈલનો પ્રવાહ બંધ કરવામાં આવતાં આગ વધુ પ્રસરી ન હતી. ઓએનજીસીની પાઈપલાઈન નજીકથી આઈઓસીએલની પણ લાઈન પસાર થતી હતી .મોડી રાત્રે આ ક્રૂડ ઓઈલની લાઈનમાં લાગેલી આગ એકંદરે કાબુમાં આવી ગઈ હતી.આ આગ વહેલી તકે કાબુમાં ના આવી હોત તો બીજી મોટી હોનારત થવાનો સંભવ હતો. જોકે આગ કેવી રીતે લાગી, ક્રુડ ઓઇલ ચોરી કરતી ટોળકીના કારસ્તાનના કારણે આગ ભડકી કે કેમ તે સહિતના અનેક પ્રશ્નો સર્જાયાં છે આ બાબતે મામલતદાર ,પોલીસ અને ઓએનજીસીના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

Related posts

શ્રીનગર માં સી.આર.પી.એફ. ના એક જવાને પોતાને જ ગોળી મારી આત્મહત્યા નો પ્રયાસ કર્યો

Surat Darpan

કોવીડ-19 પ્રવાસ પ્રતિબંધો ના કારણે, દક્ષીણ આફ્રિકા ની મહિલા ક્રિકેટ ટીમ નો ઇંગ્લેન્ડ પ્રવાસ રદ

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 35 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર 76.60 % થયો

Surat Darpan

Leave a Comment