SuratDarpan ગુજરાત

નવસારીના સિવિલ હોસ્પીટલની નર્સનો આપઘાત, સ્યુસાઈડ નોટમાં મેટ્રન અને સિવિલ સર્જનનાં નામથી ચકચાર મચી

અમદાવાદ : નવસારીના વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી એક 28 વર્ષીય નર્સ, કે જે નવસારી સિવિલ હોસ્પીટલમાં નર્સ તરીકે જોબ કરતી હતી, તેણે અચાનક ગળે ફાસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેના કારણે સિવિલના નર્સો અને સ્ટાફમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ વિજલપોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોચીને યુવતીના મૃતદેહને નીચે ઉતારીને નવસારી સિવિલ હોસ્પીટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત આપઘાતનો કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.
 પોલીસને યુવતીના મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પરિવારના સદસ્યો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તેના આપઘાત પાછળ તેની મેટ્રન તારા અને સિવિલ સર્જન દુબેના નામનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તે સ્યુસાઈડ નોટને લઈને તપાસનો દોર લંબાવ્યો છે.

Related posts

બિગ બાસ્કેટના 2 કરોડ ગ્રાહકોનો ઓનલાઇન ડેટા ચોરી …

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 91 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર 93.68 %

Surat Darpan

ન્યુઝીલેન્ડે બીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 72 રનથી હરાવી શ્રેણીમાં 2-0થી લીડ મેળવી લીધી

Surat Darpan

Leave a Comment