SuratDarpan રાષ્ટ્રીય

આજે મલાઈકા અરોરા નો 47 મો જન્મદિવસ

નવી દિલ્હી :  અભિનેત્રી મલાઈકા અરોરા આજે તેનો 47 મો જન્મદિવસ મનાવી રહી છે. મલાઈકા અરોરા તેનો જન્મદિવસ ખાસ મિત્રો અને પરિવાર સાથે ઉજવી રહી છે. મલાઈકાએ રાતથી જ તેની બર્થડે પાર્ટીની શરૂઆત કરી દીધી છે. મલાઇકા અરોરા, ગુરુવારે પુત્ર અરહાન સાથે તેના ઘરની બહાર જોવા મળી હતી. આ સમય દરમિયાન, તે ઓરેન્જ પેન્ટ સૂટમાં દેખાઈ હતી અને મેચિંગ માસ્ક પણ પહેર્યો હતો. મલાઇકા અરોરાનો પુત્ર અરહાન ખાન બ્લેક એન્ડ વ્હાઇટ શર્ટ અને બ્લુ જિન્સમાં શાનદાર લાગતો હતો. મલાઇકા, પોતાના પુત્ર અરહાન સાથે કેમેરા માટે પોઝ આપતી નજરે પડી હતી. આ દરમિયાન મલાઈકાની ખાસ મિત્ર અભિનેત્રી કરીના કપૂર પણ મુંબઇ આવી છે. કરીના કપૂર પણ ખાસ રીતે મલાઈકા અરોરાની પાર્ટીમાં પહોંચી હતી. કરીના બુધવારે દિલ્હીમાં શૂટિંગ માટેનું એક મહિનાનું શિડ્યુલ પૂર્ણ કર્યા બાદ મુંબઇ પહોંચી હતી. કરીના કપૂર તેના પતિ અભિનેતા સૈફ અલી ખાન સાથે જોવા મળી હતી. આ દરમિયાન કરીનાએ શોર્ટ ડ્રેસ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા, તેમની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તાજેતરમાં જ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર પીઢ અભિનેતા સંજય કપૂરના ઘરની બહાર જોવા મળ્યાં હતાં. સંજય કપૂર બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરના કાકા છે. તાજેતરમાં મલાઈકા અને અર્જુન કપૂર કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બંને હવે સાજા થઈ ગયા છે. પોતાની ફિટનેસની સંભાળ રાખનારી મલાઇકા અરોરા હવે કામ પર પરત ફરી છે. મલાઇકાએ 7 સપ્ટેમ્બરના રોજ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તે કોવિડ -19 વાયરસનો શિકાર બની છે. ત્યારબાદ તેણી તેના પુત્ર અરહાનથી દૂર, ઘરે જ એકાંતવાસ માં રહેતી હતી. જોકે હવે સંપૂર્ણપણે ઠીક છે.
મલાઇકા અરોરાએ વર્ષ 1998 માં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. 2017 માં બંનેના છૂટાછેડા થયા હતા. તે બંનેનો એક દીકરો અરહાન ખાન છે જે મલાઈકા સાથે રહે છે. બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી મલાઈકા હંમેશાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. મલાઇકા અરોરાનો જન્મ 23 ઓગસ્ટ 1973 માં મહારાષ્ટ્રમાં થયો હતો. મલાઈકાની માતા મલયાલી છે અને પિતા પંજાબી છે. તેની અમૃતા અરોરા નામની એક બહેન પણ છે.

Related posts

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો શાળા બાબતે એક મહત્વપૂર્ણ નિર્ણય, શાળાઓ હાલમાં નહી ખોલવામાં આવે

Surat Darpan

કેરલ ના વિમાન દુર્ઘટના ની તપાસ માં હવે અમેરિકન સંસ્થા ની પણ સહાય

Surat Darpan

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1281 થી વધુ પોઝીટીવ કેસ અને 08 ના મોત, કુલ 1,91,642 કેસ

Surat Darpan

Leave a Comment