SuratDarpan રાષ્ટ્રીય

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 79 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર 90.23 %

નવી દિલ્હી :   દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 79 લાખ ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના 45,149 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 79,09,960 થઈ ગઈ છે. કોરોના થી છેલ્લા 24 કલાકમાં 480 લોકો ના મૃત્યુ થયા છે. આ સાથે, આ રોગથી કુલ મૃત્યુઆંક 1,19,014 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં સક્રિય દર્દીઓ 6,53,717 છે. એક રાહત સમાચાર છે કે, કોરોનાથી અત્યાર સુધીમાં 71,37,229 દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશનો પુન: સ્વસ્થ થવાનો દર વધીને 90.23 ટકા થયો છે.
છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો કરાયા છે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 09 લાખથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા હતા. આઇસીએમઆર અનુસાર 25 ઓક્ટોબરના રોજ 09,38,309 પરીક્ષણો કરાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 10,34,62,778 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
 હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / રામાનુજ / હિતેશ

Related posts

રાજ્યના ડેપ્યુટી CM નીતિન પટેલે જણાવ્યું, હવેથી ગુજરાતમાં જ ફેફસાના ટ્રાન્સપ્લાન્ટેશનની સુવિધા ઉભી કરવામાં આવશે

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 37 લાખ ની નજીક, સ્વસ્થ થવાનો દર 76.93 %

Surat Darpan

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : કોરોના ગાઈડલાઇન્સના પગલે બે તબક્કામાં થશે મતદાન

Surat Darpan

Leave a Comment