પટના : આજે બીજા તબક્કાના મતદાન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે, બિહારના મતદારોને વધુમાં વધુ મત આપવાની અપીલ કરી હતી.
વડા પ્રધાન મોદીએ મંગળવારે ટિ્વટ કર્યું હતું કે, “બિહાર વિધાનસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કા માટે મતદાન થશે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે, લોકશાહી ના આ ઉત્સવ ને મોટી સંખ્યામાં, મતદાન કરીને સફળ બનાવો. આ સમય દરમિયાન સામાજિક અંતરનુ પાલન કરીને માસ્ક પણ પહેરો. ”
પૂર્વ ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, “દરેક બિહાર-વાસીઓ ના મૂલ્યવાન મત જ, ગુના ના કાળા યુગ માંથી બહાર કાઢીને રાજ્યને વિકાસ અને સુશાસનના સુવર્ણ માર્ગ પર લાવ્યો છે. આજે બીજા તબક્કાના તમામ મતદારોને અપીલ કરું છું કે, રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ જાળવવા વધુ સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવો.’