સુરત : જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે.સુરત જિલ્લા ભાજપમાં છેલ્લા ત્રણ વર્ષથી સંદીપ દેસાઈ મહામંત્રી તરીકેનો પદભાર સંભાળતા આવ્યા છે.સંદીપ દેસાઈ છેલ્લા ત્રીસ વર્ષથી સુરત જિલ્લા ભાજપમાં એક સક્રિય કાર્યકર તરીકે સેવા આપતા આવ્યા છે.પાર્ટી દ્વારા તેમના દ્વારા હમણાં સુધી કરવામાં આવેલ કામગીરી પણ નોંધ લેવામાં આવી હતી.જે દરમ્યાન આજ રોજ શહેર ભાજપ પ્રમુખની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઈનું નામ નવા સંગઠન પ્રમુખના માળખામાં જાહેર કરવામાં આવ્યું છે.
previous post