SuratDarpan સુરત

સુરતના કતારગામમાં ફટાકડા વેચતી લારીમાં ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

અમદાવાદ :    સુરત શહેરના કંતારેશ્વર મહાદેવ પાસે એક ફટાકડાની લારીમાં અચાનક ધડાકા સાથે ભયાનક આગ ફાટી નીકળી હતી, કહેવામાં આવે છે કે ફટાકડાની લારી ની પાસે જ છોકરાઓ ફટાકડા ફોડી રહ્યા હતા અને તેમાંનું એકાદ તણખલું ફટાકડાની લારી પર પડતા તેમાં પણ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી, ધડાકા સાથે આગ ફાટી નીકળતા લોકોમાં ભાગમભાગ મચી જવા પામી હતી. એક વ્યક્તિએ તરત ફાયર બ્રિગેડમાં ફોન કરીને જાણ કરી હતી. કોલ મળતાની સાથે  જ ફાયર બ્રિગેડના જવાનો ફાઈટર સાથે ઘટના સ્થળે પહોચીને તરત આગ પર કાબુ મેળવી લીધો હતો. લારી પણ એક એપાર્ટમેન્ટ ની આગળ ઉભી રાખવામાં આવી હતી તે પણ લપેટામાં નાં આવે તેની ચિંતા લોકોને સતાવી રહી હતી, ફટાકડાની લારીમાં આગ લાગતા પાસે ફટાકડા ફોડતા બાળકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ અને પોલીસના જણાવ્યા પ્રમાણે કોઈ જાનહાની થયાના સમાચાર નથી મળી રહ્યા.

Related posts

સુરતમાં 800 બેડની કોવિડ-19 હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં : 90 ટકા કામ પૂર્ણ

Surat Darpan

સુરત : સરથાણામાં વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Surat Darpan

JNUTA writes to MHRD over reduction in reserved seats in JNU

cradmin

Leave a Comment