અમદાવાદ : ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જાણવા મળે છે કે તેઓ આજે સીધા કચ્છ પહોચશે અને ત્યાં કચ્છના 106, બનાસકાંઠાના 17 અને પાટણના 35 ગામો મળીને કુલ 158 ગામોની સરહદો સાથે જોડાયેલા હોવાથી તેમની પંચાયતોના પદાધિકારીઓ સાથે કચ્છના ઘોરડોમાં એક મહત્વપૂર્ણ બેઠક નું આયોજન કરવામાં આવનાર છે, જેમાં અમિત શાહ આવતીકાલે 12 નવેમ્બરે દરેક પદાધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડશે, અને ત્યાંથી પછી અમદાવાદ આવી પહોચશે, અને પરિવાર સાથે દિવાળી મનાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી છેલ્લે 12 ઓક્ટોબરે નવરાત્રી દરમ્યાન અમદાવાદ આવ્યા હતા અને અહિયાં લગભગ 4 દિવસના રોકાણમાં તેઓ કોઈને પણ મળ્યા નહોતા, ફક્ત માણસામાં માતાજીના દર્શન માટે પહોચ્યા હતા. અને 16 ઓક્ટોબરે તેઓ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. આજથી તેમના કાર્યક્રમમાં તેઓ કેટલા દિવસ અમદાવાદમાં રોકાશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.