SuratDarpan ગુજરાત સુરત

રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કર્ફ્યૂનો નિર્ણય; ત્રણેય શહેરોમાં શનિ-રવિ કર્ફ્યૂ રહેશે

અમદાવાદમાં આજે રાતના 9 વાગ્યાથી 57 કલાકનું કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. અમદાવાદની જેમ જ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ સ્થાનિક કક્ષાએ રાત્રિ કર્ફ્યૂ લાદવામાં આવે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્રણેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી. આ અંગે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર દ્વારા રાજ્યના અધિકારીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લેવામાં જણાવ્યું હતું.

વડોદરામાં પરિસ્થિતિ વણસશે તો સમીક્ષા બાદ કર્ફ્યૂનો નિર્ણય લેવાશેઃ મ્યુ. કમિશનર
વડોદરા મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસો 90થી વધીને 99 પર પહોંચતા આંશિક ફરક જણાઈ રહ્યો છે, પરંતુ, લોકોએ ગભરાવાની જરૂર નથી. ફક્ત કોરોના ગાઈડલાઇનની પાલનની સાથે સાવચેતી રાખવાની જરૂર છે અને બને તેટલું સોશિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્કનો ઉપયોગ ફરજિયાત કરે અને હાલમાં હોસ્પિટલોમાં 70% બેડ તેમજ આઈસીયુમાં 60% બેડ ખાલી છે તેમજ શહેરમાં ટેસ્ટિંગની સંખ્યા બને તેટલી વધારવામાં આવી છે. સાથે દિવસમાં બે ટાઈમ ધન્વંતરી રથ તથા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે જ્યારે ખંડેરાવ માર્કેટ અને શુક્રવારે બજારમાં કોરોના ગાઇડ લાઇનનો ઉલ્લંઘન જણાશે તો પોલીસ અને પાલિકા કાર્યવાહી કરશે.રાજકોટમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલે છે- રેમ્યા મોહન
રાજકોટ જિલ્લા કલેક્ટરે સંકેત આપ્યા છે કે રાજકોટમાં પણ કર્ફ્યૂ લાગી શકે છે. રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટમાં કર્ફ્યૂ લાગશે કે કેમ તે માટે આજે સાંજ સુધીમાં નિર્ણય લેવામાં આવશે. કર્ફ્યૂ અંગે સ્ટેટના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ છે. રાજકોટમાં કર્ફ્યૂ અંગે વિચારણા ચાલે છે. જ્યારે નિર્ણય લેવાશે ત્યારે અમે જાણ કરીશું.

Related posts

સુરતમાં એસ.ડી.જૈન સ્કૂલ દ્વારા વાલીઓ પર ફી ભરવાનું દબાણ

Surat Darpan

દેશ માં કોરોના સંક્ર્મીતો ની સંખ્યા 84 લાખ ને પાર, સ્વસ્થ થવાનો દર 92.32 % થયો

Surat Darpan

ડીપીએસ ઈસ્ટની કાયમી માન્યતા રદ્દ કરવાનો ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગનું મહત્વનું પગલું, 50 લાખનો દંડ પણ લગાવ્યો

Surat Darpan

Leave a Comment