SuratDarpan ગુજરાત

અમદાવાદમાં કરફ્યું દરમ્યાન પણ સ્ટાફ સિલેકશન કમીશન અને ચાર્ટર્ડ એકાઉન્ટ્સની પરીક્ષાઓમાં ઉમડી ભીડ

અમદાવાદ :  અમદાવાદમાં હાલમાં કોરોનાના કેસોમાં વધારો થતાની સાથે જ તંત્ર દ્વારા શુક્રવાર રાતથી લઈને સોમવારે સવાર સુધી 57 કલાક માટે કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે છતાં સ્ટાફ સિલેકશન કમિટી અને ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અસોસિએશન દ્વારા શનિવાર અને રવિવારે તા. 21 અને 22 દરમ્યાન પરીક્ષાઓ મોકૂફ રાખ્યા વગર અમદાવાદમાં 4 સેન્ટરો ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 1097 ઉમેદવારો SSC (સ્ટાફ સિલેકશન કમિટી) ની પરીક્ષાઓ આપવાના છે અને પરીક્ષા સવારે 10 વાગે શરુ થશે, 100 માર્કસની પરીક્ષા માટે 1 કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ એસોસીએશનની પરીક્ષામાં લગભગ 2500 થી 3000 જેટલા વિદ્યાર્થીઓ CA ની ફાઈનલ અને ઇન્ટરમીડિએટ પરીક્ષા આપવાના છે. 21 મીએ CA ફાઈનલ પરીક્ષા આપી અને આજે 22 નવેમ્બરે ઇન્ટરમીડિએટ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાઓમાં જે પણ વિદ્યાર્થી કોરોના પોઝીટીવ હશે તે વિદ્યાર્થી ગમે ત્યારે પરીક્ષામાંથી બહાર જવાની છુટ આપવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થી માટે આગામી પરીક્ષા જાન્યુઆરી 2021માં યોજાશે જે કદાચ ઓનલાઈન યોજાઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર/પારસ

Related posts

China responds to report it fired laser at US Navy plane

cradmin

પ્રધાનમંત્રી મોદીનો આજે 70 મો જન્મદિવસ, સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ, ડેમની સપાટી 138.68 મીટર

Surat Darpan

‘Can take pride in that’: MSK Prasad reveals why Virat Kohli was chosen as MS Dhoni’s successor

cradmin

Leave a Comment