SuratDarpan ગુજરાત

અમદાવાદમાં કોરોનાની વેક્સીનનું ટ્રાયલ શરુ : મહિલાઓ, બીઝનેસમેન અને વિદ્યાર્થીઓ વેક્સીન લેવા આગળ આવ્યા

અમદાવાદ :  કોરોનાની મહામારી ધીમે ધીમે ખતમ થઈ રહી હતી પરંતુ દિવાળી આવતા સુધીમાં સરકારે જેમ જેમ બજારોમાં અને મોલ્સમાં છુટછાટ આપવાની શરુ આત કરી અને તેઓને નિર્દેશ આપવામાં આવ્યા કે કેન્દ્રીય સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાને પાલન કરવા સાથે ધંધા રોજગાર ચલાવી શકાશે. પરંતુ દુકાનદારો અને બજારોમાં લોકોએ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડીસ્ટેન્સીગના જાણે કે ધજાગરા ઉડાવતા હોય તેમ પાથરના બજાર અને શહેરના બજારોમાં ભીડ જોવા મળી રહી હતી. દિવાળી બાદ કોરોના વાઇરસે ફરીથી માથું ઉચક્યું અને દરરોજના 1 હજારથી વધુ પોઝીટીવ કેસો સામે આવવા લાગ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર અને પ્રશાસને હાલમાં જ શુક્રવારે રાત્રે 9 વાગ્યા થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુની જાહેરાત કરી અને તેના કડક પાલન માટે પોલીસના જવાનોને તાકીદ પણ કરી હતી પરંતુ સોમવાર બાદ પોલીસના જવાનો પણ તે કરફ્યુમાં જાહેર જનતા દ્વારા કોઈ જાતની પરેશાની ઉભી ના કરવામાં આવી અને સ્વયંભુ બંધ પાળીને સરકાર અને પ્રશાસનને સાથ સહકાર આપ્યો તે બદલ પોલીસે લોકોનો આભાર માન્યો હતો.
           કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હવે અમદાવાદની સોલા સિવિલમાં કોરોનાની રસીનો ટ્રાયલ શરુ કરવામાં આવ્યો છે. તેના માટે સોલા સિવિલમાં કોરોનાની રસીના 1000 ડોઝ આવી ચુક્યા છે, અને તેની ટ્રાયલ રૂપે આજે 10  લોકોને કોરોનાની રસી આપ્યા પછી એક કલાક માટે સિવિલમાં બેસાડી રાખવામાં આવ્યા હતા, દરેક ટ્રાયલીસ્ટ પાસે સંમતિપત્ર પણ લખાવી લેવામાં આવ્યું છે, રસીના ટ્રાયલ માટે મહિલાઓ અને સ્ટુડન્ટસ આગળ આવ્યા છે, જે પણ લોકો કોરોનાની રસીના ટ્રાયલ માટે આગળ આવશે તેવા વોલન્ટિયર્સને આવતીકાલ સુધીમાં 25 જણાને કોરોનાની વેક્સીન આપવામાં આવશે અને કુલ એક હજાર લોકો ઉપર સોલા સિવિલ ખાતે રસી આપીને ટ્રાયલ લેવામાં આવનાર છે. સરકાર દ્વારા સોલા સિવિલ ખાતે ભારત બાયોટેક કંપનીની કોરોના વેક્સીન આપવામાં આવનાર છે. આ વેક્સીનને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની હોવાથી સોલા સિવિલ ખાતે તેના માટે સ્પેશીયલ કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાની રસીનું હોસ્પીટલમાં એક વર્ષ સુધી ટ્રાયલ ચાલુ રહેશે.

Related posts

ગુજરાતમાં કોરોના કહેર: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1340 થી વધુ પોઝીટીવ કેસ અને 07 ના મોત, કુલ 1,92,982 કેસ

Surat Darpan

આર્થિક ક્ષેત્ર ઝડપથી વિકસી રહ્યું છે, કોરોનાની બીજી અને ત્રીજી લહેરની અપેક્ષા ઓછી – પ્રકાશ જાવડેકર

Surat Darpan

આઈપીએલ : મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાયેલી આ સીઝનની પ્રથમ મેચ, ટીવી પર રેકોર્ડ 20 કરોડ લોકોએ

Surat Darpan

Leave a Comment