SuratDarpan ગુજરાત

ગુજરાતમાં કોરોના કહેર : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1598 થી વધુ પોઝીટીવ કેસ અને 15 ના મોત, કુલ 2,06,814 કેસ

અમદાવાદ :   ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1598 થી વધુ નોંધાયા છે. જેની સામે 1523 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 15 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 3954 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1607 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,06,814 થયો છે. તેની સામે 1,88,053 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,06,814ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,792 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,06,814  જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,792 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 89 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,702  કેસો હાલમાં સ્ટેબલ છે, 1,88,053 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 3954 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 10  દર્દીના મૃત્યુ નોંધાયા છે.

Related posts

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 51 લાખ પાર

Surat Darpan

મુંબઈના સડક પર# જસ્ટિસફોર એસએસઆર ના પોસ્ટર!

Surat Darpan

દેશમાં કોરોનાનાં 45,576 નવા કેસો, 585 લોકોનાં મોત થયાં

Surat Darpan

Leave a Comment